ClavoLike
Prestashop Developer
Vipul Hadiya is an Indian expert Prestahop and Wordpress developer having 4+ years of experience of working with clients of almost 22 countries around the world.
At Konjali
P.O. Box: 364290
Mahuva, Gujarat
364290
India
vip@vipulhadiya.com
09712670188
DOB: 07/27/1991

રમઝાન : મુસ્લિમોનો શ્રાવણ માસ

છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર મહિનાના ટાઇમ એ બોમ્બ બ્લાસ્ટના કિસ્સા વધુ સંભળાય રહ્યા છે. વાત રમઝાનની જ જોઇ લ્યો. તાજેતરમા જ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમા આત્મઘાતી હુમલો થયો છે. હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની જેમ રમઝાન એવો માસ છે જેની શરૂઆત દયાથી, મીડલ પાર્ટ ક્ષમાથી અને અંત સ્વતનત્રતાથી ભરેલો છે. પણ આવા આત્મઘાતી વિસ્ફોટ કરનારા જેહાદીઓ ક્યારે દયા, ક્ષમા જેવા શબ્દોનો અર્થ અને રમઝાનનું મહત્વ સમજશે.

 

શું છે રમઝાનનું મહત્વ?

રમઝાન ઈસ્લામિક કેલેંડરનો નવમો મહીનો છે. રમઝાન નામ અરેબિક નામ રમીદા પર થી આવેલું છે જેનો અર્થ ડ્રાયનેસ અથવા તો હિટ એવો થાય છે. રમઝાન ની શરૂઆત અર્ધાકાર ચંદ્રના દર્શનથી થાય છે. રમઝાનના 30 દિવસો સુધી મુસ્લિમો વહેલી સવારથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરે છે. જેને રોઝા કહેવાય છે. વહેલી સવારે સૂર્યાસ્ત પેલા અને સૂર્યાસ્ત પછી એ લોકો જમી શકે છે. એ સૂર્યાસ્ત પેલાનો સમય જ્યારે એ લોકો જમે છે એને “સુહૂર” અને સૂર્યાસ્ત પછીના સમય ને “ઇફતાર” કહેવાય છે॰ આ સમય દરમિયાન ખરાબ વર્તન જેવુ કે, કોઈનું અપમાન કરવું, ખોટું બોલવું, કોઈની સાથે ઝઘડો કરવો વગેરે કરે તો ઉપવાસ વ્યર્થ જાય છે એવું મુસ્લિમો માને છે. બીજું એ લોકો ની શ્રદ્ધા છે કે, ઉપવાસ માટે અલ્લાહ તરફ થી મળતો બદલો રમઝાન ના સમય મા બેગણો વધી જાય છે. અમુક કિસ્સાઓ ને બાદ કરતાં જેવા કે, કોઈ બીમારી, મુસાફરી, માંદગી વગેરે સિવાય રમઝાનના 30 દિવસો સુધી રોઝા રાખવા એ લોકો માટે ફરજિયાત હોય છે. રોઝાની સાથે સાથે મુસ્લિમો દ્વારા થતી પ્રાર્થના એટલે કે નમાઝનુ પ્રમાણ પણ વધુ હોય છે. એવું માનવામા આવે છે કે, રમઝાન દરમિયાન પેલી વાર “કુરાન” જાહેર કરવામાં આવેલું, જેથી આ સમય શ્રેષ્ટ સમય ગણવામાં આવે છે.

રોઝા વ્યક્તિને અલ્લાહનુ સામીપ્ય અપાવે છે, પીડિત લોકો પ્રત્યે સંવેદનશીલ બનાવે છે, મનેચ્છાઑ પર નિયંત્રણ કરતાં શીખવાડે છે. બીજની ગુણવતા પરથી વૃક્ષની વિશેષતાનો અંદાજ કાઢી શકાય અને આ બીજ છે ઈમાન. ઈમાન સાથે રખાયેલા રોઝાથી ખુશ થય અલ્લાહ પાછલા ગુનાહોને પણ માફ કરી દે છે.

રજાનો દિવસ ઇદને રમઝાન મહિનાનો અંત અને એના પછીના નવા ઇસ્લામિક મહિનાની શરૂઆત ગણવામા આવે છે. 30 દિવસની સમૃદ્ધિ, પ્રસન્નતા અને શાંતિ એટલે કે રમઝાન.

રમઝાન મુબારક મારા બધા મિત્રોને.

 

About Radha Mavani

I Got Feeling Of Esctacy Whenever I Am The Reason Behind Smiling Face Of My Parents.Favourite Quote: "If Today Was Perfect There Would Be No Excitement To Look Forward For Tommorow."

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*