ClavoLike
Prestashop Developer
Vipul Hadiya is an Indian expert Prestahop and Wordpress developer having 4+ years of experience of working with clients of almost 22 countries around the world.
At Konjali
P.O. Box: 364290
Mahuva, Gujarat
364290
India
vip@vipulhadiya.com
09712670188
DOB: 07/27/1991

નવા વર્ષની જુની વાતો

આમ તો તારીખ, વાર કે વર્ષ બદલવાથી મને ક્યારેય કોઇ ફર્ક નથી પડતો અને આ વર્ષે પણ નહિ પડે. કેમ કે આખરે આમા નવું તો કાંઇ હોતુ જ નથી, બસ આપણે સમયના માપન માટે અને વ્યાજ અને ઉમરની ગણતરી માટે આ નવા વર્ષો બનાવ્ય હોય એવુ લાગે છે. અને હવે તો સાલુ નવા વર્ષની ખબર પણ ત્યારે પડે જ્યારે ઑનલાઇન શોપિંગની સાઇટ્સ પર દસ હજારની મામુલી ખરીદી પર બસ્સો રુપિયાની બમ્પર ગિફ્ટની ઑફર આવે અથવા તો વોટ્સએપ મા દારુના મેસેજ આવે.સૌથી મજાની વાત તો એ છે કે પોતાની સાથે જ આંધળો પાટો રમતી આપણા આઝાદ દેશની ગુલામ પ્રજાને એ પણ ખબર નથી કે આપણું ભારતીયોનું નવું વર્ષ તો હજી ચૈત્ર સુદ એકમના એટલે કે ગુડી પડવાના દિવસે આવશે.

ના, અન્ય ધર્મના તહેવારો ઉજવાવા એમા કાઇ જ ખોટુ નથી અને ઉજવવા જ જોઇએ તો જ દેશમા ધાર્મિક ભાઇચારો બની રહેશે. પણ તકલીફ એ વાાતની છે કે ભારત દેશની મહાન હિન્દુ પ્રજા કે જેણે ખરેખર આ દુનિયાને જીવન જીવવાની રીત અપી, સંસ્કૃતિ આપી, ઢગલાબંધ સાહિત્ય આપ્યુ એ જ હિન્દુ પ્રજાના વારસદારો આપણે સાચે જ હવે આપણી વાહિયાત બુધ્ધિનું પ્રદર્શન કરીએ છીએ.

દિવાળી આવતા આપણને પર્યાવરણની ચિંતા થવા લાગે છે, ધૂળેટીમા આપણને સોમાલિયામા તરસ્યા રહેતા લોકોની ચિંતા થવા લાગે છે, મંદિર બનાવવાની વાત આવે તો તરત જ આપણને ગરીબોની ચિંતા થવા લાગે છે, અને સૌથી દુખની વાત કે આપણને દેશની ચિંતા તો ચૂંટણી ટાણે જ થાય છે. એ બધુ તો સમજ્યા કે ચાલો પોતાની જાતને મુરખ બનાવીને વોટરલેસ ધૂળેટી અને ક્રેકરલેસ દિવાળી ઉજવી લઇએ પણ થર્ટી ફર્સ્ટની પાર્ટીમા તો પાછો દારુ જોઇએ જ. મતલબ કે જે કરવાનુ છે ઇ નઇ કરવાનુ, અને જે વસ્તુ નૈતિક રીતે અને કાયદાની રીતે ખોટી છે એ તો કરવાની જ.

અપેક્ષા છે કે આ નવા વર્ષે તમે નિયમિત યોગ કરવાના, વજન ઉતારવાના, સારા માર્ક્સ લાવવાના, દરરોજ સવારે વહેલુ ઉઠવા જેવા અશક્ય સંકલ્પો લેવાના હોવ એમા એક સંકલ્પ ઉમેરી દેજો કે આ વર્ષે અમે ઑછામ ઑછી મૂર્ખામીભરી વાતો કરીશુ. જો કે બીજા સંકલ્પોની જેમ પાલન તો એનુ પણ નથી કરવાનુ પણ સંકલ્પ કરવામા શુ જાય?

About Vipul Hadiya

Vipul Hadiya is full time Prestashop and Wordpress Developer. Active at both job and freelancing on Upwork.com (formerly oDesk). He has interest to share Prestahsop tutorials for beginners.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*