ClavoLike
Prestashop Developer
Vipul Hadiya is an Indian expert Prestahop and Wordpress developer having 4+ years of experience of working with clients of almost 22 countries around the world.
At Konjali
P.O. Box: 364290
Mahuva, Gujarat
364290
India
vip@vipulhadiya.com
09712670188
DOB: 07/27/1991

21. ફાઇનલ એક્ઝામ

gujarati novel by vipul hadiya chapter 21
મિતુલ ધીમે ધીમે આઝાદની આદતોમા કોઇને કોઇ પેટર્ન શોધ્યા કરતો કેમ કે અમુક શબ્દો પર આઝાદના હાવભાવ બદલાતા તો અમુક વાતોની આઝાદને કોઇ પરવા જ ન્હોતી. આઝાદનો ચહેરો બદલાય એટલે મિતુલ વાત બદલી નાખવાનું પસંદ કરતો એટલે મિતુલ ફરી આઝાદની ગર્લફ્રેન્ડ વાળી વાત પર આવ્યો:”સારુ જવા દે એ વાત મને એ કહે કે આ જીવિતાની જગ્યાએ સોફિયા કેમ આવી ગઇ?”
આઝાદ:”બસ એમ જ, હમણા બાઇક ન્હોતી તો ચાલીને આવતો તો દરરોજ એક છોકરી ગાર્ડન ચોકથી મારી આગળ ચાલતી જોવા મળતી, ચહેરો તો ના દેખાતો પણ એનું ફિગર, ખાસ કરીને ત્રીજો ડીઝિટ એની ચાલને કેટવોક બનાવતો આવું ત્રણ દિવસ ચાલ્યું, ચોથા દિવસે ખબર પડી કે આ તો આપણા જ ક્લાસમા છે, હવે તું જ કે ચાર ચાર દિવસ જેના ફિગર પર ફોકસ કર્યું હોય તો એની સાથે પ્રેમ થતા વાર ના લાગે.”
મિતુલ:”એટલે તું એમ કે છે કે તને ચાર દિવસમા પ્રેમ થઇ ગયો?”
આઝાદ:”ના, બિલકુલ નહિ પણ જલ્દી થઇ જશે.”
આઝાદના ચહેરા પર ગુસ્સાને બદલે હવે હળવું હાસ્ય હતું.
મિતુલ:”સારુ, થાય ત્યારે મને કહેજે..”
આઝાદ:”કહેવાની જરુર નહિ પડે જ્યારે થશે ત્યારે આખી કોલેજને ખબર પડશે.”
મિતુલ:”એટલે તું એમ માને છે કે તું ચડે-ચોક અફેર કરીશ?”
આઝાદ:”ના અફેર તો બિલકુલ નહિ અને કદાચ પ્રેમ પણ નહિ, મારે તો બસ એક પાર્ટનર જોઇએ જેના સાથે બધું શેર થઇ શકે. અફેર અને પ્રેમ માટે સમય પણ ક્યાં છે?”
મિતુલ:”તારે એવું તો શું શેર કરવું છે?”
આઝાદ:”જ્યારે એની સાથી શેર કરીશ પછી તને કહિશ. તું હમણા એક્ઝામની તૈયારીમા ધ્યાન આપ મને તો ફરક નહિ પડે.”
મિતુલ:”ટોપ ફાઇવમા રેન્ક તારે લાવવાનો છે, મારે નહિ એટલે તૈયારી તું કર.”
આઝાદ:”વળી પાછું તે યાદ અપાવ્યું? મને ખબર છે હું શું કરુ છું અને મારે શું કરવાનુ છે? એમ કાંઇ બધા રેન્ક ગર્લ્સ નહિ લઇ જાય અને હું લઇ જવા ણ નહિ દઉં. તું છોકરીની વાત કરે એટલે હું હરખાઇ જવ એટલે હું હરખપદુડો છું એમ નહિ સમજતો ઇ તો તને લાગે કે આઝાદને કોઇ વાત ના ગમે એટલે છોકરીની વાતો કરું એટલે ઇ હસવા માંડે એમ? ના, મિતુલ ઇ તો મે તને એક પેટર્ન આપી છે, તું ભૂલી ગયો હોય તો યાદ અપાવું કે તમે મારામા માત્ર એ જ જોવો છો જે હુમ તમને બતાવવા માંગુ છું.”
આજે મિતુલનો એક વ્હેમ ટુટી ગયો, એને એવું હતું કે એની પાસે આઝાદની વાતો શરુ રાખવાની એક રીત છે પણ આજે ખબર પડી કે એ તો આઝાદની જ ટ્રીક છે લોકોને વ્હેમમા રાખવાની.
સમય સાથે આઝાદનું કેરેક્ટર વધુને વધું અતડું બનતું જતું હતું,  હવે આઝાદના કહેવા મુજબ બીજા સેમેસ્ટથી એ એનું કામ શરુ કરવાનો હતો અને હવે તો આવતા વીકમા જ ફાઇનલ એક્ઝામ હતી એટલે રીડીંગ માટે સમય મળી એટલે પરમ દિવસથી રીડિંગ માટેની રજાઓ શરુ થાવની હતી. આઝાદની આવી જ ધડમાથા વિનાની વાતો મા બીજો દિવસ ગયો અને આવતી કાલથી રજાઓ શરુ થવાની હતી. બધાએ એકબીજાને પરીક્ષાની તૈયારી માટે એડવાન્સ્ડ ગૂડ લક કહિ દિધું અને બધા છુટા પડ્યા.

હવે સ્ટુડન્ટ્સ માટે કોલેજની પરીક્ષનો માહોલ નવો ન્હોતો કેમ કે ઇન્ટર્નલ એક્ઝામ હજી હમણા જ હતી, આજે કોલેજના પરીસરમા વાતાવરણ તો ઇન્ટર્નલ એક્ઝામ જેવુ જ હતુ બસ કોલાહલ થોડો ઓછો હતો.

ફરી એક અઠવાડિયા માટે એનો એ જ ક્રમ શરુ થયો. સમય કરતા પહેલા સ્ટુડન્ટ્સ કોલેજના પરિસરમા ભેગા થઇ જતાં અને નિયત સમયે બેલ વાગે એટલે બધા પરીક્ષાખંડમા અને પરીક્ષા પતે એટલે કેવું ગયું પેપર? કેટલં બાકી રહ્યું? કેમ સમય ઘટ્યો? એના એ જ કોમન સવાલો સાથે ઘરે જઇ પાછા આવતી કાલના પેપર માટેની તૈયારીમા લાગી જતાં. બધાની જેમ આઝાદ પણ એનો નિત્ય ક્રમ જાળવતો. પરીક્ષાખંડમા જાણે પુરો ટાઇમ ના ભરવાના સમ ખાધા હોય એમ હમેશા સમય પહેલા નિકલી જવાનુ અને બાકીની પંદર-વીસ મિનિટ પાર્કિંગમા વિતાવવાની અને કોઇ પુછે કે કેવું હતું પેપર તો ચોરસ અને સફેદ કે પાતળું એવા અટપટ્ટા જવાબો આપી ઘરે જતા રહેવાનું.
આજે પહેલા સેમેસ્ટરનું છેલ્લું પેપર હતું, પરીક્ષા પછી મિતુલ આઝાદને મળ્યો ફોર્મલ સવાલ જવાબ પછી લાગ્યું કે આઝાદ આજે વધું સ્ફુર્તિમા હતો ચહેરા પર થોડો ખુશીનો ભાવ હતો કદાચ પેપર સારું ગયુ હશે એવુ મિતુલને લાગ્યું પણ જ્યારે પુછ્યું તો જવાબ મળ્યો:”આજે પહેલું સેમેસ્ટર ફિનિશ,  હવે ભણવામા ધ્યાન આપવાની જરુર નહિ પડે, મારે જે કરવું છે એ કરી શકીશ અને આમ પણ ટોપ ફાઇવમા રેન્ક તો સિક્યોર છે.”
મિતુલ:”નહિતર શું તું ભણવામા ધ્યાન આપતો હતો એમ?”
આઝાદ:”હા, અત્યાર સુધી જે રીતે કોલેજમા રહ્યો એમા ધ્યાન ભણવામા જ હતું.”
મિતુલના મનમા ગુંચવણ વધી કે જો આઝાદ એની બેફિકરાઇને પણ એની શિસ્ત કહેતો હોય તો એના નખરા કેવા હશે? હવે પછીના દિવસો વેકેશનના હતાં, લગભગ વીસેક દિવસ પછી કોલેજ તરફથી પ્રેસનોટ આપવામા આવશે કે બીજું સેમેસ્ટર ક્યારથી શરું થશે. હવે પછી પંદર વીસ દિવસ તો મિત્રો મળવાના ન્હોતા એટલે કોઇ ગ્રુપ પરીક્ષા પુરી કર્યાની ખુશીમા સાથે નાસ્તો કર્યા તો કોઇ હોટલમા જઇ જમ્યા, કોઇએ કોલ્ડ્રીંક્સથી કામ ચલાવ્યું અને પછી બીજું સેમેસ્ટર શરું થાય ત્યાં સુધી વેકેશનમા શું કરવું એના ગપ્પા મારતા ઘરે પહોંચ્યા.વેકેશન ના દિવસોમા જેમણે જે કામઇ નક્કી કર્યું એ બધું કર્યુ અને કોલેજની પ્રેસનોટ મુજબ કોલેજ બે વીક પછી શરુ થવાની હતી અને એ પણ એક નવા સેમેસ્ટરના નવા સિલેબસ સાથે અને આઝાદ માટે હવે ના કરવાનું કરવાનો સમય શરુ થવાનો હતો.

About Vipul Hadiya

Vipul Hadiya is full time Prestashop and Wordpress Developer. Active at both job and freelancing on Upwork.com (formerly oDesk). He has interest to share Prestahsop tutorials for beginners.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*