ClavoLike
Prestashop Developer
Vipul Hadiya is an Indian expert Prestahop and Wordpress developer having 4+ years of experience of working with clients of almost 22 countries around the world.
At Konjali
P.O. Box: 364290
Mahuva, Gujarat
364290
India
vip@vipulhadiya.com
09712670188
DOB: 07/27/1991

20. ભેંસ આગળ ભાગવત્

“તારે તો બધી તૈયારી થઇ જ ગઇ હશે, કેમ?” એક્ઝામ પછી કોલેજનો આજે પહેલો દિવસ હતો અને મિતુલે આવતાની સાથે જ આઝાદને આ સવાલ પૂછી લીધો.
આઝાદ:”શેની તૈયારી?”
મિતુલ:”તું તો ટાઇમ-ટેબલ નહિ જ જોવે એટલે હું જોઇને જ આવ્યો છું. હવે પંદર દિવસ છે આ સેમેસ્ટરના પછી ફાઇનલ એક્ઝામ.”
આઝાદ:”પછી બીજા સેમેસ્ટરની ફી ભરવી પડશે એમને!”
મિતુલ સમજી ગયો કે એ ભેંસ આગળ ભાગવત્ કરે છે, એટલે એણે પરીક્ષાની વાત પડતી મુકી અને એ વાત શરુ કરી જેમા આઝાદને રસ હતો.
મિતુલ:”તો શું વિચાર્યુ જીવિતા વિશે?”
આઝાદ:”વિચારું છુ કે એના પપ્પા પાસે જાવ.”
મિતુલ:”પપ્પા પાસે?”
આઝાદ:”તારો સવાલ હતો એવો મે જવાબ આપ્યો. આમા કાંઇ વિચારવાનું ના હોય. મોકો મળશે ત્યારે ચોકો મારી દઇશ.” આઝાદના ચહેરા પર કાયમ હોય એવી બેફિકરાઇ આ વાત કરતી વખતે પણ હતી જ.
મિતુલ:”તને ખબર છે આઝાદ કે તારી પ્રોબ્લેમ શું છે?”
આઝાદ:”હા, હું સ્માર્ટ છું”
મિતુલ:”ના આઝાદ, તારી વાતો અને વિચારો તારા દેખાવ સાથે મેળ નથી ખાતા.”
આઝાદ:”મને પણ એવું જ લાગે છે.” કહિને આઝાદ લુચ્ચુ હસ્યો.
મિતુલ:”કાં તો તારા વિચારો થર્ડક્લાસ કરી દે કાં તો તારો દેખાવ ફર્સ્ટક્લાસ કરી દે.”
આઝાદ:”મતલબ મારો દેખાવ થર્ડક્લાસ અને વિચારો ફર્સ્ટક્લાસ છે, થેન્ક્સ.”
મિતુલ:”અને હવે બોલ કે શું વિચાર્યુ?”
આઝાદે નોટબુક ખોલીને છેલ્લુ પેજ બતાવ્યુ. મિતુલે જોઇને પૂછ્યુ:”શેનું શેડ્યુલ છે આ? પહેલો સોમવાર બ્લુ અને બીજો મંગળવાર વ્હાઇટ, બુધવાર પટિયાલા. ઓય શું છે આ બધું?”
આઝાદ:”જીવિતાના ડ્રેસનું શેડ્યુલ છે. છેલ્લા એક મહિનાનું ઓબ્ઝર્વેશન છે અને જો એ સાચું હોય તો કાલે મેડમ લીલા ડ્રેસમા જોવા મળશે.”
મિતુલ:”તું ભલે કહે કે તુ રેન્ક લઇ આવીશ પણ મને નથી લાગતુ કે તું પાસ પણ થઇશ.”
આઝાદ:”જિસકે જિને કે ઈરાદે બુલંદ હોતે હૈ વો મરને કી બાત નહિ કિયા કરતે.”
મિતUલ:”ક્યા ફિલ્મનો ડાયલોગ છે?”
આઝાદ:”દિલવાલે, અજય દેવગણ.”
મિતુલ:”તને વાતો કરવા સિવાય અને ફિલ્મો જોવા સિવાય બીજું શું આવડે છે?”
આઝાદ:”નિરાંત રાખ જે આવડે છે એ બધું આ ત્રણ વર્ષમા તને પણ જોવા મળશે જ.”
મિતુલ:”ત્રણ નહિ, હવે અઢી જ વધ્યા.”
આઝાદ:”હા પણ મે તો મારુ છ મહિનાનું કામ પણ કરી લીધું છે.”
મિતુલ:”શું?”
આઝાદ:”એ જ કે આવતા સેમેસ્ટરથી કોને કોને ફ્રેન્ડ બનાવાવા છે.”
મિતુલને આઝાદની આ વાત પર નવાઇ પણ લાગી અને રસ પણ પડ્યો કેમ કે આજ સુધી આઝાદને એક જ ફ્રેન્ડ હતો અને જાણે એ કાંઇ બિઝનેસમા નવું યુનિટ શરુ કરવાનો હોય એમ ગર્વથી કહેતો હતો કે એણે નક્કી કરી લીધુ કે કોને કોને ફ્રેન્ડ બનાવવા.
મિતુલ:”કોને કોને?”
આઝાદ:”મુઝફ્ફર, ઝોયા, સોફિયા, વસિમ”
મિતુલ:”જો આઝાદ મારો કહેવાનો મતલબ કાંઇ જ નથી પણ એક સવાલ મને આ બધા નામ મા એક સિક્વન્સ દેખાય છે, એવું કેમ?”
આઝાદ:”કેમ કે સોફિયા મારી ગર્લફ્રેન્ડ બનશે.”
મિતુલ:”મને વાત સમજવા દે, સોફિયા કે જીવિતા?”
આઝાદ:”સોફિયા”
મિતુલ:”તો આ જીવિતાનું શું હતુ અત્યાર સુધી?”
આઝાદ:”એમ તો મને ક્લાસની બધી ગર્લ્સ ગમે છે.” બોલતા આઝાદના ચહેરા પર એક સરસ ‘મુસ્કાન’ હતી.
મિતુલ:”મને લાગે કે તું માલવામા કોમવાદ કરાવશે, કોલેજની મજા તો બરાબર છે પણ છતા એક વખત વિચારી જો. જો કે સાચુ કહું તો મને તો નથી લાગતુ કે તું આ બધું કરી શકે પણ છતા ભણવામા ધ્યાન આપ બીજું બધું એના ટાઇમ પર થશે.”
આઝાદ:”તો આજે તુ તારી નોટબુકમા નોંધી લે કે તું જો આવું નહિ કરે તો કોલેજના છેલ્લા દિવસે તું જ બોલીશ કે અમારા કોલેજના દિવસો તો ફેલ ગયા.” મિતુલ નક્કી ન્હોતો કરી શકતો કે આઝાદ એને કહેતો હતો કે ખિજાતો હતો, એના અવાજમા આજે પહેલી વખત ગુસ્સો હતો.
મિતુલ:”પણ એમા ગુસ્સો શું કરે છે?”
આઝાદ:”ગુસ્સાનુ કારણ તારો એક શબ્દ ‘કોમવાદ’ છે, તું એ શબ્દ વાપર્યા વગર પણ વાત કરી શકત.”

About Vipul Hadiya

Vipul Hadiya is full time Prestashop and Wordpress Developer. Active at both job and freelancing on Upwork.com (formerly oDesk). He has interest to share Prestahsop tutorials for beginners.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*