ClavoLike
Prestashop Developer
Vipul Hadiya is an Indian expert Prestahop and Wordpress developer having 4+ years of experience of working with clients of almost 22 countries around the world.
At Konjali
P.O. Box: 364290
Mahuva, Gujarat
364290
India
vip@vipulhadiya.com
09712670188
DOB: 07/27/1991

19. પરીક્ષાખંડ

Gujarati Novel By Vipul Hadiya chapter 19ટોળાની વચ્છે મિતુલ હજી આઝાદની રાહ જોતો હતો, એને ખબર હતી કે હમણા આઝાદે બાઇક પાછી મોકલી આપી છે એટલે છેલ્લા કેટલાક દિવસોથી એ ચાલીને કોલેજ આવે છે એટલે મિતુલની નજર રોડની સામેની તરફ મંડાયેલી હતી એવામા આઝાદ નો ચહેરો દેખાયો, ના ચાલીને આવતા નહિ પણ એક જુની પુરાણી બાઇક પર, ચોક્કચ કોઇક કબાડીને ત્યાથી લીધી હોય એવી હાલતમા, અમુક ફુટ દૂરથી જ બાઇક એટલી ખખડતી હતી કે બાઇકમા હોર્નની જરુર જ ન્હોતી અને સાચે જ બાઇકમા હોર્ન હતો પણ નહિ. હોર્નની વાત તો દુર રહિ પણ બાઇકની હાલત પરથી એ પણ નક્કી જ હતું કે બ્રેક પણ નહિ હોય.

બાઇક પાર્ક કરી આઝાદ મિતુલ પાસે આવ્યો. આઝાદ કાંઇ પણ બોલે એ પહેલા મિતુલે પૂછ્યુ:”થઇ ગઇ તૈયારી?”
આઝાદ:”બીજો કોઇ સવાલ ન્હોતો પૂછવા માટે? કેમ છો,મઝામા? એવું પૂછી લેવાય.”
મિતુલ:”પણ પરીક્ષા આપવા આવ્યા છીએ તો વાતાવરણને અનુકુળ સવાલ પુુછાય ને યાર.”
આઝાદ:”વાતાવરણ! આ પરીક્ષાના વાતાવરણની વાત કરતો હોય તો ભુલી જા કે હું પરીક્ષા આપવા આવ્યો છું.”
મિતુલ:”તો..?”
આઝાદ:”હું દરરોજની જેમ જ કોલેજ આવ્યો છું બસ આજે બેગ નથી લાવ્યો એટલું જ.”
આઝાદ:”હા, મને ભરોસો છે કે તુ પેપરમા પણ ગીતાના શ્લોકો જ લખીશ, સાચુ કે તને સાચે જ કમ્પ્યુટરમા કાંઇ આવડે છે?”
આઝાદ:”સાચુ કહું તો ના નથી આવડતું.”
મિતુલ:”મને ડાઉટ હતો જ..”
આઝાદ:”ના મિતુલ મને લાગે છે કે મને આવડે છે પણ તારે આ જ સાંભળવું છે તો મે એ સંભળાવ્યું.”
મિતુલ:”ઓકે ચાલ હું માની લવ છું કે તને બધુ આવડે છે બસ..”
મિતુલના શબ્દો પુરા થાય એ પહેલા એક બેલ વાગ્યો એ કોલેજનો ગેટ ખુલવાની આગોતરી જાહેરાત હતી, એટલે બધા “સાવધાન” થઇ ગયા જાણે દુશ્મન દેશે અચાનક હુમલો કરી દીધો હોય અને સૈનીકો પોતાની પોઝિશન લે એમ બધાના ચહેરા કોલેજના એન્ટ્રીગેટ તરફ ગોઠવાય ગયા.
હોલટીકીટ, મોબાઇલ અને કાપલીઓનું ચેકિંગ થઇ ગયું અને થોડીવાર પછી બધા પરીક્ષખંડમા હતા. પીન ડ્રોપ સાયલન્સના વાતાવરણમા બે કલાકની એક્ઝામ પુરી થાય ત્યાં સુધી કાંઇ ના થઇ શકે પણ આઝાદ જાણે પહેલેથી જ નક્કી કરીને આવ્યો હતો કે બે કલાક ક્લાસમા બેસવું જ નથી. ઘડિયાળના કાંટાએ દોઢ કલાક પસાર કર્યો એટલે આઝાદ ઉભો થયો અને આન્સરશીટ અશરફસરના હાથમા આપી દીધી, ક્લાસમા સૌથી પહેલો એ જ હતો એટલે અશરફસરે એમ જ પૂછી લીધુ:”બધુ લખાઇ ગયું?”
આઝાદ:”બધુ લખવાની શું જરુર છે? પાસ થવા પુરતુ લખ્યુ છે.” આઝાદનો જવાબ અશરફસરને ગમ્યો કે ના ગમ્યો એ તો એ જ જાણે પણ ક્લાસ શાંત હતો એટલે લગભગ બધાએ સાંભળ્યુ પણ બધા પોતપોતાના પેપરમા જ પુરેપુરા ઘુસેલા હતાં પણ જેણે સાંભળ્યુ એણે આઝાદના શબ્દોનો વજન અનુભવ્યો.
પરીક્ષાખંડ હતો એટલે આઝાદ કે નિરીક્ષક વધુ કાંઇ વાત કરી શકે એમ ન્હોતા નહિ તો અશરફસર ચોક્કસ કાંઇક જવાબ આપત પણ એણે આન્સરશીટ લઇ લીધી અને પછે જે બન્યુ એ થોડું વધુ નવાઇ પમાડે એવું હતું. આજ સુધી એક જ રીત હતી કે આન્સરશીટ સુપરવાઇઝરના હાથમા આપવાની અને પ્રશ્નપેપર સંકેલીને ઘરે લઇ આવવાનું પણ આજે આઝાદે કાંઇક નવું કર્યુ, આઝાદે પ્રશ્નપેપરને સંકેલીને ખિસ્સામા મુકવાને બદલે ક્લાસના ખુણામા પડેલી ડસ્ટબીનમા ફેંકી દીધું. આઝાદની આ હરકતે અશરફનું મૌન તોડી નાખ્યું.
અશરફસર:”કેમ?”
આઝાદ:”શું કેમ?”
અશરફસર:”ક્વેશ્નપેપર નથી સાચવવું, સોલ્વ કરવા કામ લાગશે.” ક્લાસની શાંતિ જળવાય એટલે અશરફસર બને એટલે ધીમા અવાજે બોલતા હતા અને આઝાદ પણ એ શિસ્ત જાળવતો હતો.
આઝાદ:”એમા શું સોલ્વ કરવાનું? પેપર ગયુ એટલે ક્વેશ્નપેપર પણ ગયું. એ એટલું ખાસ નથી કે હું એના માટે બે દિવસ આપુ.”
આટલો વાર્તાલાપ કરી આઝાદ બહાર નીકળી ગયો અને પાર્કિંગમા જઇ બાઇક પર બેઠો, અડધી કલાક થઇ એટલે પરીક્ષનો સમય પુરો થયો, બધાના એકબીજાને એક જ સવાલ પૂછતા કે કેવું ગયું પેપર? જવાબમા ઘણા વેરીયેશન હતા, ‘અરે બધું લખી નાખ્યુ..’, ‘બકવાસ’, ‘ટાઇમ ઘટ્યો’, ‘છેલ્લો સવાલ ના સમજાયો’ વગેરે પણ મિતુલે આઝાદને પૂછ્યુ તો જે જવાબ મળ્યો એ નવો હતો:”જેવું આવ્યુ એવું”
મિતુલ:”એટલે?”
આઝાદ:”એલા આ તારુ ‘એટલે?’ ક્યારેય સોલ્વ થશે જ નહિ. પેપર ગયુ તો ગયું, પેપર હતુ કાંઇ મારી મિલકતનો દસ્તાવેજ ન્હોતો. ચાલો કાલે મળીયે.” કહિને આઝાદ અને બીજા બધા છૂટા પડ્યા.

એક્ઝામના બાાકીના દિવસો પણ આમ જ ગયા, કોલેજની બહાર મિત્રોનું ટોળું, હોલટીકીટનું ચેંકિંગ અને પરીક્ષાખંડ, પેપર અને પાછા ઘરે. ઇન્ટરનલ એક્ઝામ પુરી થઇ અને કોલેજ ફરી રેગ્યુલર શરુ થઇ અને ફાઇનલ નોટીસબોર્ડ પર ઇન્ટરનલ એક્ઝામના ટાઇમ ટેબલની જગ્યા ફાઇનલ એક્ઝામના ટાઇમટેબલે લઇ લીધી હતી, મતલબ કે પહેલું સેમેસ્ટર હવે પૂરુ થઇ ગયુ હતું, બસ છેલ્લા પંદર દિવસ બાકી હતા.

About Vipul Hadiya

Vipul Hadiya is full time Prestashop and Wordpress Developer. Active at both job and freelancing on Upwork.com (formerly oDesk). He has interest to share Prestahsop tutorials for beginners.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*