ClavoLike
Prestashop Developer
Vipul Hadiya is an Indian expert Prestahop and Wordpress developer having 4+ years of experience of working with clients of almost 22 countries around the world.
At Konjali
P.O. Box: 364290
Mahuva, Gujarat
364290
India
vip@vipulhadiya.com
09712670188
DOB: 07/27/1991

18. ટાઇમ-ટેબલ

Gujarati Novel By Vipul Hadiyaઆજે બીજા લેક્ચરના સમય દરમિયાન નોટિસ બોર્ડ પર ફર્સ્ટ સેમેસ્ટરની ઇન્ટર્નલ ટેસ્ટની નોટીસ મુકવામા આવી હતી એટલે રીસેસમા નોટીસ બોર્ડ સામે સ્ટુડન્ટની ભીડ જામી હતી. બધાને રસ પરીક્ષાની તારીખ જોવામા હતો.

આઝાદ એની આદત મુજબ ક્લાસમા જ હતો અને મિતુલ હવે વધુમા વધુ સમય એની સાથે રહેવા લાગ્યો. એટલામા કોઇ પાસેથી સાંભળ્યુ કે એક્ઝામનું ટાઇમ ટેબલ નોટીસ બોર્ડ પર મુક્યુ છે એટલે મિતુલે કહ્યુ:”ચાલ આઝાદ જોઇ આવીએ.”
આઝાદ:”શું ઉતાવળ છે? ટાઇમ ટેબલ ક્યાંય જતું રહેવાનું છે?”
મિતુલ:”કોલેજની પહેલી એક્ઝામ છે, તને એક્સાઇટમેન્ટ ના થાય કે ચાલો ક્યારે છે એક્ઝામ એ તો જાણીએ.”
આઝાદ:”એક્ઝામની એક્સાઇટમેન્ટ? સુહાગરાત છે કે એક્ઝામ?”
મિતુલ:”એ જે હોય તે ચાલ જોઇ આવીએ.”
મને-કમને આઝાદ મિતુલ સાથે ઉભો થયો અને લોબીમા પહોંચ્યા ત્યાં ઝરણા અને નંદનાની વાત આઝાદના કાને સંભળાઇ.
નંદના:”હજી તો કાંઇ રીડ પણ નથી કર્યુ ને બાર તારીખ એટલે તો આવતા વીકમા જ એક્ઝામ..”
વધુ કાંઇ સંભળાય એ પહેલા આઝાદ-મિતુલ અને ઝરણા-નંદના થોડા દુર જતા રહ્યા પણ આઝાદે મિતુલને કહ્યુ કે “ચાલ જોવાઇ ગઇ તારીખ, બાર તારીખે છે એક્ઝામ” આટલું બોલી આઝાદ પાછો વળી ગયો એટલે નાછુટકે મિતુલ પણ ટાઇમ-ટેબલ ના જોઇ શક્યો.
મિતુલ માટે આઝાદની હરકતો નવી ન્હોતી પણ લગભગ સો એ સો ટકા કેસમા આઝાદની હરકત મિતુલે ન ધારી હોય એવી જ રહેતી. આઝાદને પાત્રમા કોઇ સિક્વન્સ હતી જ નહિ. ના તો ક્યારેય સ્કુલના ભુતકાળની વાતો કરતો ના ક્યારેય કોલેજમા આગળ જઇને શું કરવું એની વાત, બસ કોલેજ મા કે બહાર જેની સાથે બોલે તેની સાથે મજાક-મસ્તીની જ વાતો હોય અને એમા પણ “ફક્ત પુખ્ત વયના માટે” જ હોય એવા શબ્દો વિના તો કાંઇ બોલવાનું નહિ.
મિતુલ આઝાદનામા એક આવારા છોકરાના બધા જ લક્ષણો જોઇ શકતો હતો છતા એ આઝાદને આવારાની હરોળમા મુકી શકે એમ ન્હોતો, કેમ કે એનામા એવું કંઇ ન્હોતું જે અજુગતુ હોય. ઉલટાનું આઝાદનુ “પ્રાઇવેટ” બિહેવિયર તો દરેક છોકરા ઇચ્છતા હોય એવુ જ હતું. એક ફકીર જેવી ઝીંદગી કોઇ પરવા નહિ લેક્ચરની કે ના કોઇ પરવા એક્ઝામની બસ કોલેજની મજા જ મજા. પણ આ બધુ મિતુલ જોઇ શકતો હતો બાકી બધા માટે તો આ આઝાદ કાયમ ક્લાસમા ગેરહાજર જ રહેતો.
હવે ક્લાસરુમમા ફ્રિ ટાઇમમા એક્ઝામના લીધે ગોસીપ વધી ગઇ હતી, કોઇ તૈયારી કેમ કરવી એવું પુછતા હતા તો કોઇક તૈયારી કેમ કરવી એ સમજાવતા હતાં. આઝાદને બાદ કરતા દરેકને એક્ઝામ ટાઇમ ટેબલની અસર કરી હતી. અમુક છોકરીઓએ તો વાતો કરતા કરતા જ હાથમા નોટબુક લઇને એક તરફના પાનાને ગોળ વિંટલું કરીને વાંચવાનું શરુ પણ કરી દીધું હતું.
મિતુલ:”તારે વાંચવાનું શરું ક્યારે કરવું? યાદ છે ને તારે તો ટોપ ફાઇવમા રેન્ક પણ લાવવાનો છે.”
આઝાદે નજર ઉંછી કરી મિતુલ સામે જોયુ એટલે મિતુલે ચોખવટ કરતા કહ્યું:”તે જ કહ્યુ હતું એક દિવસ કે તું ટોપ ફાઇવમા હશે જ.”
આઝાદ:”હા તો હોઇશ જ, મેન મારી વાતો યાાદ છે, છતાં યાદ અપાવાવા બદલ થેન્ક્સ. પણ મારે રેન્ક લાવવા આમ ચોપડીનું ભુંગળું વાળી વાંચવાની જરુર નથી. કોલેજમા આખુ સેમેસ્ટર ક્લાસમા ધ્યાન આપ્યું જ છે એટલે રીડીંગની જરુર હવે નથી.”
મિતુલ:”તો તું એમ કે છે કે તું રીડીંગ વિના પરીક્ષા આપશે?”
આઝાદ:”હા ભાઇ, મારે કોલેજની પરીક્ષા જ આપવાની છે કાંઇ કારગીલ વોર નથી લડવાનું.”
આઝાદની અને મિતુલની આજુંબાજું ઉભેલા મિતુલના બીજા ચાર-પાંચ મિત્રો આજે પહેલી વખત આઝાદની વાતો સાંભળતા હતા એમાના એકથી બોલ્યા વિના ના રહેવાયું એટલે એ બોલી ગયો:”ગર્લ્સ બધી ટ્યુશન જાય છે એટલે અમને ખબર છે કે કોના રેન્ક આવશે.”
આઝાદને ના ગમ્યું, અને કોઇને પણ ના ગમે જ્યારે વ્યક્તિ પુરા આત્મવિશ્વાસથી વાત કરે અને કોઇ ના સ્વીકારે છતા પણ આઝાદે જરા પણ વિવેક ચુક્યા વિના જવાબ આપ્યો:”તો ખોટી વાતો શા માટે કરવી આવતા વીકમા જ પરીક્ષા છે, દિલ્હી અબ દૂર નહિ.”

આવતા વીકમા જ પરીક્ષા હતી એટલે શરુ વીકના દિવસો બસ એક્ઝામની વાતો અને તૈયારીમા જ ગયાં.

આજે વીકનો પહેલો દિવસ અને પહેલું પેપર હતું, વિધ્યાર્થીઓ ટોળું વળીને બેલ વાગે એટલે કોલેજનો ગેટ ખુલવાની રાહ જોતા હતાં.

About Vipul Hadiya

Vipul Hadiya is full time Prestashop and Wordpress Developer. Active at both job and freelancing on Upwork.com (formerly oDesk). He has interest to share Prestahsop tutorials for beginners.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*