ClavoLike
Prestashop Developer
Vipul Hadiya is an Indian expert Prestahop and Wordpress developer having 4+ years of experience of working with clients of almost 22 countries around the world.
At Konjali
P.O. Box: 364290
Mahuva, Gujarat
364290
India
vip@vipulhadiya.com
09712670188
DOB: 07/27/1991

આપણે ભારતીયો ઘેલછપ્પા છીએ.

ભારતમા નવી સરકાર બન્યા પછી એક જ વ્યક્તિના સમર્થકોમા એક અજબ પ્રકારની નકારત્મકતાનું મોજું ફરી વળ્યુ છે, ભારતીય પરંપરાના મૂળમા રહેલા પ્રજાલક્ષી સિદ્ધંતો ભુલાતા જઇ રહ્યા છે. મે પોતે પણ ભાજપના ઉમેદવારોને મત આપ્યા છે અને મને માનનીય વડાપ્રધાનશ્રીની કામ કરવાની રીત પણ ગમે છે પણ એનો મતલબ એમ નથી કે એ એક જ સાચા. ભારતનું લોકતાંત્રિક બંધારણ ભારતને દુનિયાની સૌથી મોટી લોકશાહી બનાવે છે પણ છેલ્લા કેટલાક સમયથી તો ભારતનું વાતાવરણ સાઉદી અરબ કરતા કાંઇ ખાસ અલગ નથી.

ના, એમા સરકારનો કશો જ વાંક નથી. સરકાર ખુબ સારી દિશામા કામ કરી રહિ છે પણ તકલીફ કમ-અક્કલના કેટલાક ભક્તો કરી રહ્યા છે. જેમને દેશના બંધારણની જરા પણ પરવા નથી. અમુક બુધ્ધિના બળદિયાઑએ બસ નિયમ જ બનાવી દીધો કે જો તમે નરેન્દ્ર મોદીની વિરુધ્ધમા કાંઇ બોલો તો તમે દેશદ્રોહિ અને એમના પક્ષમા બોલો તો જ તમે દેશભક્ત. ના, આ બિલકુલ સ્વિકાર્ય નથી. સો નહિ, એકસોને દસ ટકા નરેન્દ્ર મોદી સારુ કામ કરી રહ્યા છે એનો મતલબ એમ નથી કે કોઇ એના અમુક કામની નિંદા ના કરી શકે, જરુર કરી શકે. ભારતનું બંધારણ ભારતના દરેક નાગરીકને આ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપે છે અને જો કોઇ વાણી સ્વાતંત્ર્યના નામ પર સામજીક મર્યાદાનું ઉલ્લંઘન કરે તો દેશમા ન્યાય અને સજા માટે ન્યાયતંત્ર છે જ, પણ માત્ર એક વ્યક્તિના અબુધ સમર્થકો એમને દેશદ્રોહી જાહેર કરી દે એ તો કેમ ચાલે?

અરે ભારત તો એ દેશ છે જ્યાં સ્વયં પરમબ્રહ્મ શ્રીરામના પત્ની ના ચારિત્ર પર સવાલ કરવાની લોકોને છૂટ હતી અને એટલે જ રામરાજ્યને ઈતિહાસનું શ્રેષ્ઠતમ રાજ્ય અને રામને શ્રેષ્ઠ રાજા ગણવામા આવે છે. રાજા સારુ કામ કરે એનાથી લોકોના અધિકારોમા કોઇ ફરક નથી પડવાનો. સવા સો કરોડના દેશના નેતા બધા નાગરિકોને ખુશ ના કરી શકે એ સ્વાભાવિક છે પણ એ એમના સમર્થકો એમના દરેક કામને સારુ ગણી લે એ ખરેખર વ્યાજબી નથી. કોઇ માણસ આજે પૂર્ણપુઋષોતમ નથી, દરેકની એક યા બીજી ભૂલ થતી જ હોય છે. પણ મારે વાત કરવી છે આપણા “ભારતીયપણા”ની, પણ આગળની વાત સમજવા આ સંદર્ભ ટાંકવો જરુરી હતો.

ક્યારેક તો મને લાગે છે કે આપણેને ભારતીય હોવું એટલે શુ? ઇ પણ ખબર નથી. પાકિસ્તાન અને પાકિસ્તાનીઑને ગાળો ભાંડવી, સોશિયલ મિડિયામા ચાઇઝની બનાવટના ફોન નો ઉપયોગ કરીને ચાઇઝ માલનો બહિષ્કાર કરવો, અમેરિકન કે બીજા પશ્વિમી બુધ્ધિજીવીઑ જે કે એ બધું જ સાચુ માની લેવું, હનીસિંહના અભદ્ર ગીતોને પોતના ફેવરીટ ગીતો કહેવા, વોટ્સએપમા આવેલા મેસેજની સત્યાર્થતાની ખાત્રી કર્યા વિના પંદર-વીસ ગ્રુપમા ફોરવર્ડ કરી દેવો, પોતાની માતૃભાષામા પરાણે  અંગ્રેજી શબ્દો બેસાડી દેવા બસ આ બધી વાતો જ આજકાલ આપણે ભારતીય હોવાનો પુરવો આપે છે એવું આપણે માની લઇએ છીએ.

પોતાની બુધ્ધિ બને ત્યા સુધી ના વાપરવી અને લોકોની અંગત જીંદગીમા ફાંફોળિયા કરવા એ આજકાલ આપણી બીજી ખાસિયત બની ગઇ છે. બસ સોશિયલ મિડિયામા મેસેજ આવ્યો કે અરવિંદ કેજરીવાલ બેઇમાન છે એટલે જાણે એ ભગવદ્ ગીતાનું વિધાન હોય એમ માની લેવાનુ અને બીજા સો જણને ફોરવર્ડ કરી દેવાનું. નરેન્દ્ર મોદી ભલેને ગમે એટલા સારા નેતા હોય, પણ વિરોધ પક્ષ પાસે તો એક જ સવાલ છે કે એમણે કેમ એના પત્નીને અલગ કરી દીધા અને હવે મુસ્લિમોના મૌખિક તલાકની રીત નાબુદ કરવા કહે છે? અરે ભાઇ, વિરોધ પક્ષમા હોવ એનો મતલબ એવો થોડો કે તમારે એમનો ફરજીયાત વિરોધ કરવો જ પડે. કેટલાક સારા કામ સ્વિકાર્ય હોવા જ જોઇએ. આપણે ફિલ્મ પણ બનાવીશું તો ગાંધીજી અને એમના પુુત્રના અંગત સંબંધો પર, એમના રાજકીય જીવન ને તો ખાલી નેતાઑ જ વાપરશે, એ પણ ખુરશી સુધી પહોંછે ત્યાં સુધી. આ દેશમા હવે એક બૈરું એના ધણીને એને અનુભવાતી મૂંવણ પણ કહે તો લોકો એમના માટે પાકિસ્તાન ની ટિકિટ ખરીદી આપે છે. અરે બસ કરોને ભાઇઑ.

આપણે કાયદો તોડવાનો ગર્વ લઇશું અને વળી ક્યાંક સપડાઇ જઇશું તો લાગવગ તો છે જ, બાકી સુધરવું તો નથી જ. ટૂંકમા આપણે કરચોરી કરીશું અને રસ્તામા ખાડા જોઇ તંત્રને ગાળો આપીશુ, આપણે ટ્રાફિક સિગ્નલ તોડીશું અને ઘરે આવી ટ્રાફિકની ચિંતા પણ કરીશુ, આપણે રસ્તામા કચરો પણ ફેંકીશુને એમ પણ કહીશુ કે સ્વચ્છ ભારત અભિયાન  થી કાંઇ નથી થવાનું. બીજાએ શું ના કરવું એનું લાંબુલચક લિસ્ટ છે આપણી પાસે પણ પોતે શું કરવું એ વળી જ્યોતિષને પૂછવા જવાનું.

તો પછી ભારતીયપણું એટલે શું?

ખુબ જ સરળ છે ભારતીયપણું બતાવવાનો. જે સાચુ છે એ જ સાચુ  કહેવાનુ ભલે પછી એ અરવિંદ કેજરીવાલે કર્યુ હોય અને ખોટુ હોય એને ખોટું કહેવું ભલે પછી એ નરેન્દ્ર મોદીએ કર્યુ હોય, હું એક જ સાચો એમ નહિ, તમે પણ સાચા એ વાત સ્વીકારવી, બીજાના વિચારોને સ્વીકારો નહિ તો કાંઇ નહિ પણ એને અવગણવાનું બંધ કરી શકાય તો બસ થઇ ગયું.

 

About Vipul Hadiya

Vipul Hadiya is full time Prestashop and Wordpress Developer. Active at both job and freelancing on Upwork.com (formerly oDesk). He has interest to share Prestahsop tutorials for beginners.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*